આકાશગંગા
આકાશગંગા

1 min

23.5K
આકાશગંગા છે અસંખ્ય તારાનું ટોળું,
અલ્પમતિ માનવનું ટોળું કેટલું ભોળું,
સો ગજ જમીન કરાવે અહીં રમખાણ,
તારા વિશ્વની આવી ટૂંકી ઓળખાણ,
આકાશગંગામાં સમાયા અનંત વિશ્વ,
જમીનની ખાણ એટલે જ તારાવિશ્વ,
તારું બારેક માસનું નાનું અમથું વર્ષ,
મારો વ્યાસજ એક લાખ પ્રકાશ વર્ષ,
સૂર્ય લ્યે એક ફેરો બાવીસ કરોડ વર્ષ,
દુધીયો રંગ જોઈને આકાશ પામે હર્ષ,
જેટલા પૃથ્વી ઉપર થાય રેતીના કણ,
એટલા તારા તું બ્રહ્માંડમાં રાખ્યે ગણ,
આકાશગંગા છે અસંખ્ય તારાનું ટોળું,
દરેક તારાનું કુટુંબ પાછું ખુબ બહોળું.