આજનો
આજનો
રવિવાર મને લાગે ઘણો વ્હાલો,
ગોરના કુવે દર્શન કરવાનો મળે લ્હાવો
માની મૂરત કેવી રળિયામણી લાગે
ટમટમતાં તારલા ચુંદડીએ શોભે
મમતાળુ સ્મિત મધુરું લાગે
ભકિતનો પ્રવાહ વરસતો લાગે
માની સુંદરતા મનને ગમે
ચેહરની નજર જાદુ ભરી લાગે
ગોળ, ઘીની પ્યાલી માને ભાવે
સુખડી ચેહર માને બહું ભાવે
આરતીમાં ચેહર હાજરાહજૂર આવે
ભાવના ભર્યા ભાવે જોઈ હરખે
ઢોલ, નગારા ને ઘંટારવ વાગે
મંદિરની સુંદરતા ચાંદ જેવી લાગે
એમાં ચેહરનું મુખ ખિલેલું લાગે
દિવાના તારાં સેવકો દોડતાં આવે
તુજને ન જોઈએ તો અંધારું લાગે
ચેહર મા તારો સાથ અનમોલ લાગે
સાક્ષાત ગોરના કુવે બેઠેલી લાગે
રવિવાર મને ઘણો વ્હાલો લાગે
