આજનો અવસર
આજનો અવસર
1 min
220
ઓ ચેહર મા રે, પોકાર કર્યો છે રે,
આજનાં અવસરે વહેલા આવો રે,
મનમંદિરમાં પધરાવું ભાવથી રે,
ચેહર વિના ઉર સદન સૂનું સૂનું રે,
ભાવના ચરણોની દાસી તમારી રે,
આશા પૂર્ણ કરવા આજે આવજે રે,
મન હરખાઈ નાચે તને મળવા કાજ રે,
આજનાં અવસરે વેહલા આવો મા રે,
ચેહર મા તારાં વિના મારું નથી કોઈ રે,
તું આવે તો મેહરામણ ઉમટી પડે રે,
