આજનાં તેજ
આજનાં તેજ
1 min
242
આજે ત્રીજું તે નોરતું આવ્યું રે,
આજે ત્રીજો થયો ઉપવાસ રે.
આજનાં તેજ તણો નહીં પાર રે,
એવાં દર્શન કરીને ધન્ય થઈએ રે.
ચેહર મા સખીઓ સંગ નિસર્યા રે,
એમનાં રથડાની શોભા અપાર રે.
આજે મળ્યો અમૂલ્ય લહાવો રે,
ભાવના જોઈ ભાવવિભોર થાય રે
આ ચૈત્રી નવરાત્રી દેવીને ગમતી રે,
અંતરથી ભજો 'મા' રાજી થાય રે.
