આઝાદી
આઝાદી
દેશ આપણો આઝાદ થયો પણ નથી મળી ખરી આઝાદી
અંગ્રેજો ગયા ને મોગલો ગયા તો પણ ગુલામી કરતી આપણી આઝાદી,
દેશ પ્રગતિ ના માર્ગ પાર ચાલ્યો ત્યારે થયું મળી ગઈ આઝાદી
પરંતુ એક બાજુ મોંઘવારી ને બીમારી વધી ત્યારે થયું હાજી બાકી છે આઝાદી,
દુશ્મનોનો ખાત્મો કરવા નીકળી પડે આપણા વીર જવાનો
પણ દેશ ને બદલે પોતાનું વિચારે આજના નવ યુવાનો,
ભાઈચારો ને એકતાનો સંદેશ ફેલાવ્યો ત્યારે થયું મળી ગઈ આઝાદી
પણ લોકો વચ્ચે મતભેદ થતા જોઈ થયું હજી નથી મળી આઝાદી,
ગરીબ ગરીબ નહીં રહે
ધનવાન અને ગરીબ વચ્ચે કોઈ ફેર નહીં રહે,
દૂર થશે વંશવાદ ને થશે એકતાનો સંવાદ,
એકતા અને વિશ્વાસનો દીપ પ્રગટશે દેશમાં ત્યારેજ મળશે ખરી આઝાદી.