આજે પાંચમું નોરતું
આજે પાંચમું નોરતું
1 min
378
આજે પાંચમું તે નોરતું આવ્યું રે,
દેવીઓને પાંચમો થયો ઉપવાસ રે,
આજે સ્કંન્દ મા રમવા નિસર્યા રે,
સંગે નવદુર્ગા ને ચેહર મા રમે રે,
સ્કંન્દ મા સૌનું કલ્યાણ કરતાં રે,
એવાં મમતાળુ દેવી દયાળી રે,
ભાવના વિનવે નવદુર્ગા માત ને રે,
કરજો સૌની ઉપર કૃપા દ્રષ્ટિ રે,
સ્કંન્દ માતા ને ભગિની ચેહર મા,
ગરબે રમે ચોસઠજોગણી સાથમાં,
આવાં આસોના રૂડાં નવરાત્રી રે,
શ્રધ્ધા ભક્તિથી ઉજવાય છે રે.
