આજે નોમ, દશેરા
આજે નોમ, દશેરા
1 min
388
આજે સિદ્ધદાયીની મા નું નોરતું,
એક તિથિ ઓછી એથી દશેરા ઉત્સવ.
ગોરના કૂવે ચેહર મા હાજર છે,
દર્શને રોજ ભકતો ઉમટે છે.
મા ને મળવા મન તડપવા લાગે.
જાણે આજે વસંત ખીલી છે.
ઉપવાસ પત્યા આજે નૈવેદ્ય છે,
ને દશેરાનો અનેરો આનંદ છે.
નવદુર્ગા વિના સૂનકાર લાગે,
નવરાત્રીનાં પડઘમ શાંત થતાં લાગે,
સાદ પાડી માવડી તને બોલાવે,
ભાવના તારા વિના અધૂરી લાગે.
દેખાડ ઝલક એક તારી મા,
માઈ ભક્ત રમેશભાઈ બોલાવે મા
તારા વિના પૂનમ અમાસ લાગે.
રાસ રમવા પૂનમે આવજે મા.
