આજે ગુડી પડવો
આજે ગુડી પડવો
1 min
190
આજે રૂડો ગુડી પડવો આવ્યો રે,
ચૈત્રી નવરાત્રીનાં નોરતાં આવ્યાં રે.
આજે થયું પહેલું નોરતું રૂડું રે,
શક્તિ પ્રમાણે સૌ ભક્તિ કરતાં રે.
ગોરના કુવે બેઠાં ચેહર માતા રે,
દર્શન કરવાં સેવકો ઉમટ્યા રે.
ચૈત્રી નવરાત્રીમાં અનુષ્ઠાન થાય રે,
ભાવના પોકારે દેવીઓ દર્શન દે રે.
નવદુર્ગા ને ચોસઠ જોગણી રમે રે,
નભમાં ગરબો ધૂમ મચાવે રૂડો રે.
પ્રથમ નોરતે હૈયાનાં હેતે પ્રણામ રે,
અમી નજર સૌ પર રાખજો માવડી રે.
