આજે દર્શને જઈએ
આજે દર્શને જઈએ
1 min
178
આજે બીજો થયો ઉપવાસ સૈયર મોરી રે,
એવાં દેવીનાં તેજ જોવા જઈએ સૈયર મોરી રે.
નવલી નવરાત્રીનાં નોરતાં સૈયર મોરી રે,
નવદુર્ગા આકાશમાં ગરબે રમે સૈયર મોરી રે.
અંબા, બહુચર, ચેહર મા ત્રણ તાળી રમે રે,
આવાં રૂડાં ગરબા જોઈ દેવો હરખાઈ રે.
ભાવના ભર્યા ઉમંગે દેવીઓ રમે રે,
ચોસઠ જોગણીઓ ટોળે વળી હરખે રે.
આજ દર્શન કરવા જઈએ સૈયર મોરી રે,
દેવીનાં અલૌકિક તેજ જોઈ આંખો ઠરે રે.
