આજે દેવદિવાળી
આજે દેવદિવાળી
1 min
484
આજે દેવોની દિવાળીનો ઉત્સવ છે,
ઉજવો આજે હર્ષથી દેવદિવાળી છે,
કાલને ભૂલીને આનંદથી જીવો રે
ઉત્સવ આજનો અવસર રૂડો રે,
તક શોધી આનંદથી જીવન જીવો રે,
વધાવો હર પળને દેવદિવાળી છે રે,
ભાવનાઓથી મળો સગાંવહાલાંને રે,
શ્રદ્ધાથી દેવ-દેવીની આરાધના કરીએ,
જિંદગી મળી છે તો ઉત્સવ ઉજવીએ,
દેવદિવાળીએ રૂડા દીવા પ્રગટાવીએ રે,
મનમંદિરમાં બેઠાં આત્માને જગાવીએ,
આવો આજે સૌ દેવદિવાળી ઉજવીએ,
