આજે છઠ્ઠું નોરતું
આજે છઠ્ઠું નોરતું
1 min
148
આજે છઠ્ઠો થયો ઉપવાસ રે,
માને ઉપવાસથી તેજ વધ્યા રે,
આસો માસનું છઠ્ઠું નોરતું રે,
રૂડાં નવલાં નોરતાંની રાત્રી રે,
ભક્તિથી દેવી પ્રસન્ન થાય રે,
એવાં દયાળુ કાત્યાયની મા રે,
ગરબો શિરે ધરી નિસર્યા રે લોલ,
અંબા, ચેહર, કાત્યાયની રે લોલ,
ભાવના એવાં ફળ મળતાં રે લોલ,
નવદુર્ગા અમી નજર રાખે રે લોલ,
નવલી રાતે દેવીનાં રથ નીકળે રે,
દુર્ગા દેવી ભક્તોનાં હૈયામાં રહે રે.
