આજે બીજું નોરતું
આજે બીજું નોરતું
1 min
368
આજે બીજું નોરતું બ્રહ્મચારીણી મા તણું,
દેવી મા ને બીજો થયો ઉપવાસ સત તણું,
નવદુર્ગા સજી શણગાર ચેહર મા રમે રે,
એની તાળી પડે છે ત્રણ લોકમાં રે,
નવરાત્રી ઉત્સવ હરખે ઉમંગભેર થાય રે,
ગોરાણીયો ગરબો માથે લઈને ઘૂમે રે,
ભાવના ભર્યા હૈયે ખૈલયા ગરબા ગાય રે,
નવ નવ દિવસ ગરબો શિરે લઈ ઘૂમે રે,
નવદુર્ગાનાં ઝાંઝરનાં નાદે ધરતી ડોલે રે,
આકાશમાં થી દેવો પુષ્પો વરસાવતા રે.
