આજે અમાસ
આજે અમાસ
1 min
311
આજે અમાસનું સ્થાપન,
ઘેર ઘેર આનંદ છાયો રે,
જવારા વાવીને મા ને તેડાવ્યા,
ચેહર મા વાયુવેગે આવ્યા રે,
ચેહર મા રૂમઝૂમ રૂમઝૂમ આવે,
સજ્યા સોળે શણગાર માડી એ,
નવલખી ચુંદડી ઓઢાડી મા ને,
એમાં રૂડાં હીરા માણેક જડયા રે,
ભાવના જોઈ મન હરખાઈ રે,
આજે શોભા અનેરી દીસે રે,
હરખે મનડું ગાડું ઘેલું થાય રે,
ભોજન બનાવ્યાં બત્રીસ જાતનાં,
ચેહર મા બેઠાં ગોખ માહી રે,
એનાં તેજ નો નહીં કોઈ પાર રે.
