આજે આઠમ
આજે આઠમ
1 min
381
આઠમે ચેહર મા ભજી લો,
ભવોભવનું ભાથું બાંધી લો,
મહાગૌરી મા નો દિવસ છે,
આજે આસોનું આઠમું નોરતું છે,
ભક્તિ કરી મા ને રાજી કરી લો,
હૈયું ખોલી ભાવના બતાવી દો,
નવદુર્ગા ને રમતાં નિહાળી લો,
આરતી, નૈવેદ્ય કરી;
કુળદેવીને પ્રસન્ન કરી લો,
ભૂલથી કોઈનું દિલ દુ:ખે નહીં,
આઠમે એવો નિયમ લઈ જુઓ,
શ્રદ્ધા કેરો દીવડો પ્રગટાવી લો,
જય માતાજી ભાવે બોલી લો.
