આજે આનંદ
આજે આનંદ
1 min
143
આજે ગોરના કૂવે બેઠાં રૂડાં માવડી,
મોટી આંખોને નવલખી ઓઢી ચુંદડી.
દર્શન કરતાં મન નવ ધરાય રે,
એવાં ચેહર મા મંદિરમાં શોભે રે.
માનવ મહેરામણ ઉમટયો આજે રે,
ચેહર મા ની રેગડી ગવાય જોને રે.
ભાવના ભાન ભૂલી ગુણગાન ગાય છે,
ભક્તો આરતી ભરવા હોંશે આવે છે.
ગોરના કૂવે હજરાહજુર દેવી છે,
એ જોવા માનવ હિલોળે ચડ્યું છે.
ચેહર મા આ જોઈને રાજી થાય છે,
દયાળુ આંખોથી અમી વરસાવે છે.
