STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

આગંતુક

આગંતુક

1 min
273

ધરતી ઉપર અવતર્યો આગંતુક બનીને,
જગ નિહાળી ઝૂમી ઊઠ્યો આગંતુક બનીને !

સામર્થ્ય ને પ્રારબ્ધ થકી સઘળું થયું પ્રાપ્ત,
પ્રેમ સહુનો મબલખ મેળવ્યો અહીં પર્યાપ્ત !
શુભ અશુભની ક્ષિતિજો પાર સ્થિતિ મનની,
થઈ પાર હવે ને મળી પળ આનંદની આજ !

શબ્દ સુમન થકી વહેંચી રહ્યો સ્નેહ સુગંધ,
કેવો છે અણમોલ પ્રકૃતિનો આ પ્રેમ પ્રબંધ !
રહેશે આજીવન ને અહર્નિશ આ અનુબંધ,
અસ્તિત્વ સાથે આગંતુકનો કેવો આ સંબંધ !

સર્વ અભિવ્યક્તિઓની પાર સદા રહીશ હું,
કુંડામાં રાખ નાખશો તો સુગંધ બની વહીશ હું !
એ પહેલાં આલિંગન કરેલી આગમાં બળીશ હું,
સૌના નયનમાં અશ્રુ બનીને અંતે વહીશ હું !

આવ્યો'તો ધરા ઉપર એક આગંતુક બનીને,
'પરમ' માણી રહ્યો 'પાગલ' આગંતુક બનીને !


Rate this content
Log in