આધાર જીવનનો
આધાર જીવનનો
1 min
216
આધાર જીવનનો ચેહર મા છે,
સમય દમદાર માડી થકી જ છે,
જીવનનાં હર એક રંગમાં મા છે,
આ જીવનનો શણગાર માડી છે,
હૈયાંની ભાવના સમજનાર મા છે,
વહેવાર જીવનનો ચેહર મા જ છે,
અભિમાન, દંભ દૂર કરનાર મા છે,
સુખ શાંતિ જીવનમાં આપનાર છે,
હરઘડી સાથે ચાલનાર માવડી છે,
જીવનનાં તહેવારો ચેહર મા છે,
પેઢીઓની તારણહાર ચેહર મા છે
સંસાર જીવનનો બાગ માવડી છે,
કરુણાનો સાગર ચેહર મા જ છે,
જીવનનો સાર જ ચેહર મા છે.
