STORYMIRROR

VARSHA PRAJAPATI

Others

3  

VARSHA PRAJAPATI

Others

આ વાત છે

આ વાત છે

1 min
12K

બ્રહ્માંડના એક ગ્રહની પીડાની વાત છે,

પૃથ્વી તણી એ માતના પતનની વાત છે.

હજારો વર્ષથી એને રંજાડતા રહ્યાં,

તારા ને મારા આપણા કરમની વાત છે.


દોડી રહ્યો'તો માનવી આ વિશ્વફલક પર,

થંભી ગયેલા એના જીવનરથની વાત છે.

સૂઝે નહીં એને લગીર દિશા ઇલાજની,

વૈશ્વિક મહામારીના તાંડવની આ વાત છે.


હવે લાલ,લીલા,પીળાથી ઓળખાય છે દુનિયા,

સમગ્ર સૃષ્ટિના અસ્તિત્વની વાત છે.

લાચાર બન્યો ઈશ આગળ માનવી જૂઓ,

અહમથી હેઠે ઉતરેલા માનવીની આ વાત છે.


Rate this content
Log in