આ ત્રાજવું
આ ત્રાજવું
1 min
225
આ ત્રાજવું દેખાવનું જ રહી ગયું છે,
આ દુનિયામાં ન્યાય ક્યાં હવે થાય છે,
અન્યાય કરીને આગળ વધે છે લોકો,
ન્યાય કાજે રઝળપાટ કરે છે લોકો,
અહીંયા તો અન્યાય કરીને ફૂલેફાલે છે,
ત્રાજવું પણ આ જોઈને શરમાય છે,
ઈશ્વરનો ડર પણ અહીં નથી રહ્યો હવે,
ભાવના ત્રાજવું પણ સંતાય છે હવે,
તટસ્થતાથી કોણ પરિણામ આપે છે,
હવે તો બધેય લાલીયાવાડી ચાલે છે.
