આ તો કનૈયો છે
આ તો કનૈયો છે
1 min
354
આ તો સૌનો વ્હાલો કનૈયો છે,
દર્શન કરવાની આદત પડી છે,
એનાં દીદાર વગર બધું અધૂરું છે,
ભાવનાના દિલ પર હકૂમત એની છે,
કનૈયાને જોઈ મન હરખાઈ છે,
આંખલડીથી દૂર ક્યાં જવાય છે,
ગોકુળમાં ગાયો ચરાવવા જતા રે,
વાંસળી વગાડી રાધા હૃદયે રે'તા રે,
એવાં કનૈયા પર સો જન્મ કુર્બાન છે,
સુદામાનાં તાંદુલ પ્રેમથી ખાધા છે,
રાધે કૃષ્ણ હૈયામાં ગૂંજતું નામ છે,
સૌનાં દિલની અમાનત કૃષ્ણ છે,
રણછોડરાય આશા પૂર્ણ કરે છે,
ઘટ ઘટમાં બિરાજતા શ્રી કૃષ્ણ છે.
