આ સમય
આ સમય
1 min
213
માવડી જાગજે તું, આ સમય સાચવજે તું,
દેવીમાં જાગજે તું, સમય સાચવજે તું.
મોહ પામેલાના, ભરમ કાઢજે તું,
કોરોના હણજે તું, સમય સાચવજે તું.
મહામારીથી ડરીએ નાં, એવી શક્તિ આપજે તું,
ભાવના પોકારે તને, સમય સાચવજે તું.
જગતને બચાવવા, સિંહ સવારીએ આવજે તું,
વ્હારે આવજે તું, સમય સાચવજે તું.
કર્મ ખેલ છે, આ રમત બંધ કરજે તું,
શાંતિ આપજે તું, સમય સાચવજે તું.
શરણું તારું અમને, એ લાજ રાખજે તું,
ચેહર મા તું, આ સમય સાચવજે તું.
