આ શહેરમાં
આ શહેરમાં
1 min
11.5K
આ શહેરમાં,
હંમેશા પ્રદૂષિત હવા શ્વસું હું,
જેના કારણે ફૂલોની ફોરમ ભૂલું છું.
આ શહેરમાં,
ઘણીવાર બસ-ટ્રેનમાં મુસાફરી કરું હું,
પરંતુ ક્યારેક જ લાંબી લટાર માણું છું.
આ શહેરમાં,
ઘણીવાર પુષ્પગુચ્છ ખરીદુ હું,
અફસોસ, ચમનની બહારથી વંચિત છું.
આ શહેરમાં,
પ્રાણીબાગ 'ને સંગ્રાહલય જોવા જાઉ હું,
કિંતુ પંખીનો માળો ક્વચિત જોઉ છું.
આ શહેર માં,
સમયના કાંટે ભાગુ હું,
તો પણ જીવન જીવવાનું ભૂલ્યો છું.