આ રાવણ
આ રાવણ
1 min
53
આજનો રાવણ ખુલ્લેઆમ ફરે છે,
ત્રેતાયુગનો રાવણ દર દશેરાએ બળે છે.
ઝાંસીની નારી બનશે રાણી જ્યારે,
પછી સળગશે આ કળિયુગનો રાવણ ત્યારે.
રાવણ ભડ ભડ ભડ બળશે ને દીકરી બચશે,
દીકરી બનાવનાર ઈશ ત્યારે રાજી થઈ રહેમ કરશે.
રાવણ સળગાવનાર ત્યારે દિલથી રાજી થશે,
આ માણસ ભાવના ભર્યા હૈયેથી રાજી થશે.
આ કળિયુગમાં કાશ કોઈ રામ બનીને આવે,
સચ્ચાઈની એક દિવાસળીથી દીકરીની લાજ બચાવે.
ભીતર બેઠેલા રાવણને મૂકે ખુદ અગ્નિમાં,
નિત્ય રાવણ વધ થાય તો દેશમાં નારી રહે સુખમાં.
જ્યાં જ્યાં આવાં રાવણ હોય ત્યાં એક રામ હોય,
એવાં રાવણને મહાત કરવા માટે ગલીનાકે એક રામ હોય.
