આ કપરો વિઝોણો
આ કપરો વિઝોણો
1 min
137
આ કોરોના કાળ કપરોઆયો છે ચેહર મા,
આ કપરો વીંઝણો વાયો રક્ષણ કરો ચેહર મા.
ઘર ઘરમાં આ રોગ ફેલાયો છે ચેહર મા,
જુઓ વેદનાનો માહોલ ચારેકોર છે ચેહર મા.
આ કપરાં વિઝોણાથી સૌ થરથર ધ્રુજે ચેહર મા,
નજર સામે ભાવના હૃદય અટક્યું જાણે ચેહર મા.
ચહલ પહલમાં ડર ઉદાસી ભરી છે ચેહર મા,
આ રોગથી એકાંતમાં મન ભટક્યું છે ચેહર મા.
હવે તો આ મહામારી અટકાવો ચેહર મા,
ઓકિસજન વિના માનવ રઝળે છે ચેહર મા.
કોરોના કાળ તો કપરો આયો ચેહર મા,
આ વાયુનો વીંઝણો વસમો છે ચેહર મા.
