આ કળિયુગમાં
આ કળિયુગમાં
આ કળિયુગમાં હાજરાહજુર એક દેવી જોયા,
ચેહર મા સિવાય બીજું કોઈ નથી;
સૂરજ સમા તેજ છે માવડી ના,
ચંદ્ર જેવી શિતળતા છે;
એ તો ચેહર મા છે એ વિણ કોઈ નથી...
આકાશમાં જેટલા તારા છે,
એટલા જ ધરતી ઉપર મા નાં સેવકો છે;
આખાં વિશ્વમાં ડંકો વાગ્યો છે,
હાથ કંગન ને આરસી શું ?
અટકળો છોડી દો બધીજ;
આરતીમાં અનેરું રૂપ છે,
એકવાર આરતી ભરી એકડાને ઘૂંટી જુઓ,
ચેહર મા જેવુું તો કોઈ નથી.
ભાવના મૂંઝવણ હવે ક્યાં છે,
દર્શન કરવાથી અંધારું દૂર થાય છે;
જીવનમાંથી દુઃખ તો ફરરર ફર ઊડી જાય છે,
ચેહર મા ને સથવારે સુખી થવાય છે,
દુનિયામાં શોધ્યું ઘણું,
પણ ચેહર મા જેવું તો કોઈ નથી.
