આ ખુબી અને ખામી
આ ખુબી અને ખામી
1 min
218
આ ખુબી ખામીની રમત છે,
આંખો ખોલો આ જગત છે,
ખુબી ભૂલી ખામી કાઢે છે,
છતાંય અહીં જીવવાનું છે,
ખુબી જોવું એ જાણે શ્રાપ છે,
ભાવના આંખો ઉપર પડળ છે,
ખુબી નજર અંદાજ કરે છે,
નાટક સતત આવાં લોકો કરે છે,
આંધળા બનીને જ ચાલે છે,
ગાડરીયો પ્રવાહ જ વહે છે,
માણસ જ માણસને નડે છે,
જાત આ બહુ કમ્બખ્ત છે.
