આ કાયાને પાનખર
આ કાયાને પાનખર
1 min
215
આ કાયાને જ્યારે પાનખર લાગશે,
તારી રાતી જવાની પળમાં રોળાશે.
ના કરો કાયાનું અભિમાન મનવા રે,
આ કાયા તો એક દિ માટીમાં મળી જાશે રે.
રૂપ, રંગ નો અંહકાર ના કર મનવા રે,
પાનખરમાં રૂપ, રંગ રોળાઈ જાશે રે.
ભાવના તારાં સુંદર વાળનો ગર્વ રે,
પાનખરમાં ધોળા બની જાશે રે.
તારી કાજળ ભરેલી આંખોનો ઉલાળો રે,
પાનખરમાં મોતીયો બની ડોકાશે રે.
આવી તારી સુંદર કાયા ને રે,
એક દિ પાનખર લાગશે રે.
