STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ જન્મ મરણ

આ જન્મ મરણ

1 min
218

માનવ જીવે માનવ બનીને ધરતી પર આવ્યાં રે,

જન્મ ધરીને બાળપણમાં મા-બાપે રમાડ્યા રે,


ઉરના ઉમળકે ભણતર અપાવ્યું રે,

ભણતર થકી ટેકનોલોજી શીખ્યા રે,


યુવાનીમાં ટેકનોલોજી થકી નોકરી કરી રે,

લગ્ન કરીને ઘરસંસારમાં પરોવ્યા રે,


યુવાની રળવા કમાવામાં ગુમાવી રે,

ભેગું કરતાં ભાવના ઘડપણ આવ્યું રે,


ઘડપણમાં લાકડીનો સહારો સાચો રે,

પગ તૂટયાં એટલે લાકડી આધાર બની રે,


ઘડપણમાં જૂનાં દિવસો યાદ આવે રે,

કમાવામાં મોજશોખ ભૂલાયો પસ્તાવો થાય રે,


જન્મ ધરીને ઘડપણ સુધીની સફર પૂર્ણ થાય રે,

આવ્યું તેડું જમરાજાનું માયા મૂકીને જવાય રે.


Rate this content
Log in