STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

આ જ જીવન છે

આ જ જીવન છે

1 min
396

આ જ જીવન છે સાવ નાનું છે, 

તોય જુવો કેવું મજાનું છે. 

જો આવડે જીવતા તો મોજ છે, 

નહીંતર પરેશાનીઓ અપાર છે. 


આ જીવન કેવું નમણુ છે, 

જાણે કોઈ વહી જતું સુંદર ઝરણું છે. 

ભાવનાના ભાવથી જુવો આ જીવન છે, 

જાણે બંધ આંખે દેખાતું સરલ શમણું છે. 


વાત સાવ ટૂંકી ને ટચ છે, 

લાગણીઓ જ લાંબી લચ છે. 

સુખ અને દુઃખના બે છેડા વચ્ચે જીવન છે, 

જીવન જરીક શમણાં અને અઢળક ભ્રમણા છે.


Rate this content
Log in