STORYMIRROR

Neeta Kotecha

Others

3  

Neeta Kotecha

Others

૯.૫૫ની લોકલ

૯.૫૫ની લોકલ

1 min
26.7K


મુંબઈની લોકલ એટલે

મુંબઈની જાન,

યાતનાઓની ખાણ

અને

સંબંધોની ભરમાર.

 

વર્ષોથી હું સફર કરતો હતો,

રોજ સવારની ૧૦.૫માં

આજે મને મળી ૯.૫૫

 

અરે મારા મિત્રો મને શોધતા હશે

પણ, મને મળી આજે ૯.૫૫!

 

રોજ ભીંસાતો, લટક્તો જાતો,

પણ, આજે તો મને જગ્યા પણ મળી ગઈ!

 

લોકો બૂમો પાડતા હતા,

ખાલી કરો, જગ્યા કરો

અને મારી માટે બધાએ જગ્યા કરી.

 

મને પણ અચરજ થાતું હતું કે,

આજે મને જગ્યા મળી?

 

સાયન આવ્યું ને મને ઉતારી દીધો.

અરે, પણ મારે તો જવું છે દાદર.

 

કાંઇક કહું ત્યાં તો એમબ્યુલન્સમાં મને નાખી દીધો,

અને થોડી વારમાં તો,

પોસ્ટ્મોર્ટમવાળાઓને સોંપી દીધો

 

હવે ખબર પડી મને કે

કેમ મને જગ્યા મળી

અને

કેમ મળી મને આજે ૯.૫૫

 

 

 

 


Rate this content
Log in