Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Margi Patel

Children Stories Drama Children

3  

Margi Patel

Children Stories Drama Children

લિલિપુટ

લિલિપુટ

3 mins
265


લિલિપુટ કરીને એક નાનું ગામ હતું. અચાનક ત્યાં એક દિવસે મહાકાય શરીરવાળો એક યુવક ત્યાં નદી કિનારે બેહોશ મળી આવ્યો. લિલિપુટ ગામના લોકોએ એ મહાકાય શરીર વાળા યુવકને બાંધી ને ત્યાં લઈને આવ્યા. જયારે એ યુવક ભાનમાં આવ્યો ત્યારે ત્યાંના લોકોએ પૂછ્યું, " એ તું કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? તું પણ પેલા રાક્ષસના જેમ અમને મારવા માટે આવ્યો છે ને. " યુવકે ગામવાળાને સમજાવતા કહ્યું કે, "અરે ના હું પણ તમારો જેવો એક માણસ જ છું. તમે લોકો મારાથી ડરશો નહીં. મારૂ નામ મયુર છે. મને પણ નથી ખબર કે હું અહીં કેવીરીતે આવ્યો. હું તમને કંઈ નુકસાન નહીં પહોચાડું."

મયુરે ગામવાળાનો વિશ્વાસ જીતી લીધો. ગામવાળા બધાએ ભેગા થઈને મયુરને જમવા માટેની તૈયારી કરી. મયુર જમવા માટે બેસી ગયો. મયુર જમતો હતો ત્યાં બધાં દેખી રહ્યાં હતાં. મયુરે જયારે ડકાર મારી તો બધાં બિવાઈ ગયાં. અને એક બીજા સામે દેખવા લાગ્યાં. મયુરે આ દેખીને બધાને સમજાવતા કહ્યું કે, " જયારે આપણે કંઈ સ્વાદિષ્ટ જમવાનું જમીયે ત્યારે આપણા પેટમાંથી આવો અવાજ આવે. " એટલામાં જ મયુરે ફરીથી ડકાર લીધી. ગામવાળા હવે ડરની જગ્યાએ એ હસવા લાગ્યાં. અને બાળકો મયુરના જેમ ડકાર લેવા લાગ્યા. મયુર સાથે ગામવાળા પણ જોર જોરથી હસવા લાગ્યાં.

મયુરે ત્યાં રહીને લિલિપુટ વાળા નાના નાના માણસો ને ઘણી બધી સુવિધા કરીને આપી. તેમના માટે ઘર બનાવ્યા. પાણી માટે પાઈપ લાઈન કરી આપી. બને એટલામાં કામ સહેલા કરી આપ્યા.

એક દિવસ બીજા ટાપુ ઉપરનો રાક્ષસ આવીને લિલિપુટની રાજકુમારી ને લઈ જાય છે. ગામવાળા બધાં ભેગા થઈને હાહાકાર મચાવી રહ્યાં હતાં. એટલામાં જ ત્યાં મયુર આવી જાય છે. મયુરને ગામવાળા એ બધી જાણ કરી. મયુર ખુબ જ ગુસ્સે ભરાયો. મયુરે રાજકુમારી ને બચાવવા નિર્ણય કર્યો.

મયુરે ગામવાળાની મદદથી એક મજબૂત એવું તીર બનાવ્યું. મયુર બીજા ટાપુ ઉપર જવા માટે તૈયાર થઈ ગયો. મયુર રાજકુમારીને બચવા માટે ટાપુ ઉપર પહોંચી જાય છે. અને રાજકુમારીને દેખીને ખુશ થઈ જાય છે. મયુર જેવો જ રાજકુમારીને ખોલવા જાય જ છે. એટલામાં જ પેલો રાક્ષસ આવીને મયુરને મારે છે. જોત જોતામાં બન્ને વચ્ચે લડાઈ વધતી ગઈ. મયુર ખુબ જ ઘાયલ થઈ ગયો હતો. હવે મયૂરમાં લડવાની તાકાત રહી જ નહોતી. રાક્ષસ તીર હાથમાં લઈને મયુર ને મારવા જઈજ રહ્યો હોય ને એટલામાં જ મયુરને બચાવવા માટે ગામવાળા આવી જાય છે. તેમને એક પછી એક તીર થી રાક્ષસ ઉપર હુમલો કર્યો. અને રાક્ષસ ત્યાં જ ઘાયલ થઈ ને પડી ગયો. રાક્ષસ જેવો નીચે પડ્યો એવા જ લિલિપુટના દરેક વ્યકિતઓ તેના ઉપર ચડીને તેને મારવા લાગ્યાં. અને રાક્ષસ ત્યાંજ તેનું મોત થઈ ગયું. અને રાજકુમારી સાથે બધાં ફરીથી લિલિપુટ ગામમાં આનંદ ઉલ્લાસ સાથે જતા રહ્યાં. લિલિપુટમાં 20 વર્ષથી થતાં રાક્ષસના ત્રાસનો અંત આવી ગયો હતો એનું ખુબ જ જોરશોર થી જશ્ન કરી રહ્યાં હતાં !

હવે મયુર ને જવાનો સમય આવી ગયો હતો પાછો પોતના દેશમાં. ગામવાળા બધાં જ દુઃખી ને ઉદાસ હતાં. મયુર પણ ઉદાસ હતો. એવામાં એક ગામવાળા એ કહ્યું કે, " તમે જતા રહેશો તો અમને કોણ આ ફરીથી બચાવશે ? તમે અહીં જ રહી જાઓ ને. " મયુરે બધાને સમજાવતા કહ્યું કે, " મેં તમને નથી બચાવ્યા. બલ્કિ તમે મને બચાવ્યો છે. બસ આજ રીતે પોતાના ઉપર વિશ્વાસ રાખશો. અને હંમેશા સાહસથી જ કામ લેવાનું. જ્યાં સુધી આપણામાં વિશ્વાસ હશે ત્યાં સુધી આપણે કોઈ નહીં હરાવી શકે. પણ જેવો જરાક પણ વિશ્વાસ કે ભરોસો હાલશે એવી જ આપણી હિંમત પણ તૂટી જાય છે. " બધાં જ ગામવાળા મયુર ને અલગ અલગ ભેટ આપીને વિદાય કરે છે. મયુર પણ તેના દેશમાં જઈને ખુબ જ ખુશ થઈ જાય છે. અને અહીં લિલિપુટમાં પણ લોકો મનમાંથી ભય દૂર થઈ ગયો. અને હવે ખુબ જ ખુશ ખુશાલ જિંદગી જીવી રહ્યાં છે.


Rate this content
Log in