Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Children Stories Others

3  

Mariyam Dhupli

Children Stories Others

મમ્મીનું માસ્ક

મમ્મીનું માસ્ક

2 mins
350


મમ્મીના મોઢા પર પહેરેલું માસ્ક નિહાળી એ ખડખડાટ હસી પડ્યો. એનું હાસ્ય રોકાઈ જ રહ્યું ન હતું. 


"આવું કેવું માસ્ક ? તું તો કેટલી ફની લાગે છે..હા..હા.."

મમ્મીએ પોતાનું હાસ્ય થંભાવી પૂછ્યું, "આટલું સુંદર છે ને વળી..."

"નહીં , નહીં , થોભ..." પોતાની દલીલ સાચી સાબિત કરવા એ બાળ પગલાં પોતાના ઓરડામાં જઈ અતિવેગે પરત ફર્યા. હાથમાં ત્રણથી ચાર મ્હોરાંઓ ઝળહળી રહ્યા.

" જો આ બેટમેન જોયું ?" પોતાના ચ્હેરા ઉપર બેટમેનનું માસ્ક વ્યવસ્થિત ગોઠવતા ઠાઠથી બેટમેન જેવો પૉશ આપતા એ મમ્મીને પ્રભાવિત કરવા મથી પડ્યો.

"વાહ, વાહ, કેવું સરસ."


મમ્મી પ્રભાવિત થઇ રહ્યાનો અંદાજો આવતા એ બાળમાનસ એક પછી એક મહોરું બદલતા પોતાના પ્રભાવને વધુ અસરકારક બનાવવા પ્રયાસ આદરી રહ્યું.

"ને આ જો સ્પાઇડરમેન ટેન તેણેન" પોતાના બન્ને હાથની આંગળીઓ અંદર તરફ વળી,અંગુઠાઓને બહાર તરફ છુઠઠા છોડી સ્પાઈડરમેનની અદાઓ જોડે 'બેકગ્રાઉન્ડ મ્યુઝિક'ના સહારે બાજી મારવાનો પ્રયાસ મમ્મીના હદયમાં કાલોઘેલો મીઠો મીઠો રેલાવા લાગ્યો. 


"ને હવે કેપ્ટ્ન અમેરિકા, ને આ હલ્ક...હૂ..હૂ..હૂ..." બે મહોરાં અતિઝડપે બદલતા બદલતા, મમ્મીને ભયભીત કરી મુકવા હલ્કના ક્રોધાવેગના હાવભાવો એણે આબેહૂબ નકલમાં ઉતારી મુક્યા. ભયથી થરથરી ઉઠેલી મમ્મીએ પોતાના બે હાથ વડે પોતાનો ચ્હેરો ઢાંકી લીધો. એ જોતાજ પોતાની દલીલોની જીત સાબિત થઇ હોય એ પ્રમાણે એ ખુશીથી એવી રીતે ઝૂમી ઉઠ્યો કે એનું અર્ધું બોખું બાળમોઢું આખેઆખું ઉઘડી ગયું. એના દર્શન માત્રથી મમ્મીનું મન સાતમે આસમાને ખુશીનો પ્રવાસ ખેડી ગયું.


"ઠીક છે, ઠીક છે. હું હારી ને તું જીત્યો. મારુ માસ્ક બોરિંગને ફની. તારા માસ્ક એકદમ રોકિંગ. આઈ લવ યુ માય સ્પાઇડરમેન, કમ બેટમેન, કમ કેપ્ટ્ન અમેરિકા , કમ હલ્ક..."

" આઈ લવ યુ ટુ મમ્મી..." 


એક લાંબા ચુંબનના ઈશારા જોડે વિડીયો કોલ કપાયો. ચેપી રોગના હોસ્પિટલમાં ભરતી થયા પછી પહેલીવાર દીકરાને વિડીયો કોલમાં નિહાળી હોસ્પિટલના ફરજીયાત મેડિકલ માસ્ક પાછળ છુપાયેલા માના ચ્હેરા ઉપરના હોઠ ખુશીથી આછા આછા ધ્રુજી રહ્યા..


Rate this content
Log in