Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

હોટેલ ફોર ફાઉન્ટેન

હોટેલ ફોર ફાઉન્ટેન

4 mins
7.4K


હોટેલ 'ફોર ફાઉન્ટેન' શહેરની શ્રેષ્ઠ હોટેલ માની એક. હોટેલના માલીક શ્રીમાન શાહ ફક્ત પાંત્રીસ વર્ષની આયુમાંજ સફળતાની જે ઊંચાઈ ઉપર પહોંચી ગયા એ એક ચમત્કાર જ લાગે. પણ જ્યાં શ્રમ અને દ્રઢતા ભેગી થાય ત્યાં ચમત્કાર તો સર્જાય જ!

હોટેલની સફળતાનું મુખ્ય રહસ્ય તો એના ચાર જાણીતા પાણીના ફુવારા. હોટેલના ચાર અલગ અલગ ખૂણાઓમાં ઊભા કરાયેલ આ ચાર ફુવારા આકર્ષણનું કેન્દ્ર બની ચુક્યા. ફુવારાના આજુબાજુ પાણીની નાની ક્યારીઓ જેમાં બાળકો માટે પાણી સાથે રમવાની પૂરેપૂરી વ્યવસ્થા. પાણીમાં રમી શકાય એ માટે પ્લાસ્ટિકના વિશેષ રમકડાંઓ. બોટ, બતક, માછલીઓ ને નાનકડી બાલદીઓ પણ. બાળકોની સુરક્ષા માટે ચાર ફુવારા પાસે ચાર કેરટેકર પણ ઉપસ્થિત હોય.

વડીલો નિરાંતે જમે ને બાળકો નિરાંતે રમે. પણ જયારે વરસાદ વરસે ત્યારે એ ફુવારા જાણે ધોધમાં ફેરવાઈ જાય. ઉપરની તરફથી છતને ફુવારાઓના વિસ્તારમાં એ રીતે ખુલ્લી મુકાઈ હતી કે વરસાદ વખતે એ પાણી ને ઝરમર વરસાવી એક પ્રાકૃતિક સૌંદર્ય વાતાવરણ રચી શકે.

કોઈ પણ બિઝ્નેસમાં સફળતા ટકાવી રાખવી હોય તો સમયાંતરે આધુનિક ફેરફાર અપનાવાજ પડે. જેટલો બિઝ્નેસ અપડેટ એટલીજ સફળતા પાક્કી. એજ કારણે શ્રી શાહ એ એક ખાસ ક્રિએટિવ ટીમ રાખી હતી. જેના સભ્યો બજાર અને બિઝ્નેસની નવીન આધુનિક બાબતો ઉપર નજર રાખી પોતાના મંતવ્યો, રચનાત્મકતા ને સંશોધનથી શ્રી શાહને કંઈ ને કંઈ ઉપયોગી સલાહ આપતા.

મેનુમાં ક્યારેક નવી ફ્યુઝન વાનગીઓ, ક્યારે મૉડેન ફર્નિચર તો ક્યારેક સ્ટાફના યુનિફોર્મમાં કંઈક નવીનતા. શ્રી શાહ નવા વિચારોને હંમેશા આવકારતા. અને એ સર્જનાત્મકતા હોટેલના ટર્ન ઓવરને વધારી જતી. આજે પણ એવાજ ટીમ વર્ક માટે મહત્વની મિટિંગ બોલાવાઈ હતી. ક્રિએટિવ ટીમના નેતા એ પોતાનો નવો વિચાર રજૂ કર્યો.

"મેક્સિમાઈઝ ઓફ સ્પેસ. સર આપણા ચાર ફુવારા ચાર અલગ અલગ દિશાઓમાં છે. જેનાથી હોટેલ પણ ચાર ભાગમાં વહેંચાઈ જાય છે. જો એની જગ્યાએ આપણે એકાદ ખૂણો પસંદ કરી ત્યાંજ એક મોટો ફુવારો રાખીયે. તો બાકી વધેલા હિસ્સામાં એક મોટો હોલ મળી જાય. લગ્ન રિસેપ્શન, બર્થડે પાર્ટી કે બિઝ્નેસ સેમિનારના બૂકિંગમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય."

એક સફળ ટીમલીડર તરીકે બધાની વાત પૂરી ધીરજથી જે હંમેશા સાંભળતા તે આજે ઉશ્કેરાયાઃ

"મારા ચાર ફુવારા જ્યાં છે ત્યાંજ રહેશે!"

"બટ સર પ્રેક્ટિકલી થીંકીંગ.." આજે એ કોઈના વિચારો સાંભળવા જ તૈયાર ન હતા:

"મિટિંગ ઈઝ ઓવર. યુ મે ઓલ લિવ નાઉ.." એમનું 'નાઉ' એટલું ભારે હતું કે તરતજ બધા કેબીન છોડી ગયા. આજે એવું તે શું થયું? બધાની જ સમજની બહાર. 'મારા ફુવારા' એ મનમાં બોલી રહ્યા. પોતાના ફુવારા ઠીક તો છે એ ચકાસવા નીકળી પડ્યા. એક પછી એક. બધાજ ફુવારા એની જગ્યા એ. એટલાજ સુંદર એટલાજ આકર્ષક. એમના જીવ માં જીવ આવ્યો.એમણે ફુવારા તરફ હાથ લંબાવ્યો કે ઉપરથી ઝરમર ઝરમર પાણી વરસ્યું. જેવા વરસાદના ટીપા હાથને અડક્યા કે ક્ષણ ભરમાં બધુજ બદલાયું.

હોટેલની જગ્યા એ એક મોટી હવેલી જેવું ખંડેર મકાન. જેટલું મોટું એટલુંજ દરિદ્ર. દીવાલો બેજાન. ફર્શના નામે પથ્થર! અને આ શું? શ્રીમાન શાહની જગ્યાએ સાત વર્ષનો દીપુ. બાજુનાં નાનકડા ઓરડામાંથી દાદાનો ખાંસવાનો અવાજ અવારનવાર આવતો. માં એ રસોડા માંથી જ બૂમ પાડી: "દીપુ.. વરસાદ.."

નાનકડો દીપુ વરસાદનો ક્રમ જાણતો. એ સીધો વાડામાં જઈ એક પછી એક ચાર મોટા જૂના વાસણ લઈ આવ્યો. હવેલીના ચાર ખૂણામાં છત ખૂબજ ગળતી. એમાંથી પાણીનો માર વરસતો. દીપુ એ ચારેચાર જગ્યા એ વાસણ ગોઠવી દીધા. તરત જ બે કાગળની નાવ બનાવી રાખી. થોડી વારેજ બારણે ટકોરા પડ્યા. એ બારણૂં ખોલવા દોડ્યો. "પપ્પા જુઓ હોડીઓ તૈયાર."

"જા, પહેલા દાદા ની દવાઓ મૂકી આવ.'' દોડતો દીપુ દાદા ના ઓરડા માં દવાઓ મૂકી આવ્યો.

"તૈયાર?" કહેતા એણે પિતાને એક હોડી આપી. બંને પેલા મોટા વાસંણ પાસે ગયા. અને ભેગા થયેલા વરસાદના પાણીમાં છોડી.

"આજે તો મારીજ હોડી જીતશે." પિતાને હરાવવાના ઉત્સાહમાં દીપુ ચીખીજ રહયો:

"ના, મારી હોડી, મારી હોડી.."

"અંકલ ક્યાં છે તમારી હોડી?" એક નાની બાળકી શ્રી શાહનો કોટ ખેંચતી બોલી. દીપુમાંથીએ ફરી શ્રી શાહ બની ગયા.

"વર્ષો પહેલા ક્યાંક ખોવાઈ ગઈ." તો આ લો મારી લઈ લો." હોડી હાથમાં લેતાં એ હસ્યાં: "આ ફુવારા ગમે?"

"માય ફેવરિટ. એ બંધ તો ન થઇ જાય?" આ પ્રશ્ને ફરી એમને શ્રી શાહમાંથી દીપુમાં ફેરવી નાખ્યો:

"પપ્પા આ ફુવારા બંધ તો ન થઇ જાય?" "ના, બેટા! તારું ઘર; તારા ફુવારા."

એ ખુશીમાં દોડી ગયો. હજી વધુ હોડીઓ બનાવવા. ચારેચાર ફુવારાના નીચે એની હોડીઓ છોડવા. માતાપિતાની વાતો સંભળાતી તો હતી પણ સમજાતી નહિ.

"જાતને વેચી દઈશ પણ પિતાની આ હવેલી વેચાવા ન દઈશ." "અંકલ અંકલ સાંભળો તો.." "નો, માય ચાઈલ્ડ નેવર."

શ્રી શાહના વચનથી ખુશ થતી એ બાળકી પણ દીપુની જેમજ એની હોડીઓ છોડવા જતી રહી. શ્રી શાહ અને દીપુ એકી સાથે બોલી રહ્યાં:

"જાતને વેંચી દઈશ. પણ  મારા ફુવારા અહીંજ રહેશે." અને ધોધમાર વરસાદથી નીખરેલા એ ફુવારાઓ પણ ખુશ ખુશ થઈ ઉઠ્યા!


Rate this content
Log in