Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

છાવણી

છાવણી

1 min
7.1K


યુદ્ધની એક છાવણી. બે દુશ્મન દેશના સૈનિકો. એકબીજા સામે તકાયેલી બે લદાયેલી બંદુકો. બે ઝુનૂનથી ફાટી પડેલ હૈયાંઓ.

અચાનક એક વર્દીમાંથી એક તસ્વીર ઊડતી ભોંયને સ્પર્શી. દુશ્મન દેશના કોઈ અજાણ્યા બાળકની તસ્વીરમાં પોતાનું બાળક ઉપસી આવ્યું.

"પપ્પા જલ્દી આવશો ને ?" એક ક્ષણની ચૂક અને આખું શરીર ગોળીઓથી છલની થઈ પડ્યું. સામેની પડખે બીજા શરીરે તરતજ પોતાની તસ્વીર ઉઠાવી અને એના કાનમાં પણ સમાન શબ્દો ગુંજ્યા, "પપ્પા જલ્દી આવશો ને ?"

તસ્વીર ચૂમી, છાતી સરસી ચાંપી છાવણીની બહાર નીકળી રહેલા એ સૈનિકના આર્મી બુટ નિહાળતા નિહાળતા હોઠો પર સ્મિત સાથે બે આંખો ગર્વથી મીંચાઈ ગઈ...

 


Rate this content
Log in