Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

માનવતાનું ઋણ

માનવતાનું ઋણ

1 min
14.1K


"ના, બેટા કંઈ ન જોઈએ પણ થોભ જરા પાણી પીતો જા." સેલ્સમેન આગળ ઘર ખુલ્લું મૂકી એ અંદર ગયા અને ઠંડા પાણીનો ગ્લાસ લઈ આવ્યા.

ગરમીથી બેહાલ સેલ્સમેને જેવું ઠંડું પાણી પીધું એનાં જીવમાં જીવ આવ્યો. પણ એનાંથી પૂછ્યા વિનાં ન જ રહેવાયું. "આમ અજાણ્યા સેલ્સમેનને ઘરમાં બોલાવતાં ડર ન લાગે?"

વડીલ હસ્યાઃ ''ના રે બેટા. હું એક રિટાયર્ડ પોસ્ટમેન. હજારો પત્રો સરનામે પહોંચાડ્યા છે આવી રીતે, ઘણાંય અવિશ્વાસના બંધ બારણાઓનાં નીચેથી જ તો ઘણાંય વિશ્વાસના ખુલ્લે બારણે આવા જ ઠંડા પાણીનાં ગ્લાસ સાથે. બસ એજ માનવતાનું ઋણ ચૂકવવા પ્રયત્ન કરી રહ્યો છું."

"તો પણ જરા જોખમ ભર્યું નહિ?" સેલ્સમેનનો 'જોખમ' શબ્દ સાંભળી એ કટાક્ષમાં હસ્યા, ''માનવજીવનને ક્યાં જોખમ નથી? અણધારી કુદરતી આફતો કે અણધાર્યા અકસ્માતો. બધેજ જોખમ. શેરમાર્કેટથી લઈ દર વ્યવસાયમાં જ્યાં માનવીનો ફાયદો હોય એ ત્યાં જોખમ લેતા ન અચકાય. તો માનવતામાં રોકાણનું જોખમ લેવામાં કેવો ખચકાટ? જો દરેક મનુષ્ય થોડું આવું જોખમ ઊઠાવવાની હિંમત રાખે તો અવિશ્વાસના રંગે રંગાયેલું આ વિશ્વ થોડો વિશ્વાસનો શ્વાસ ભરી શકે!"

ખાલી પાણીનાં ગ્લાસ સાથે સેલ્સમેન એક લાગણીથી ભરેલ વચન પણ આપતો ગયો: ''હું પણ આ માનવતાનું ઋણ ચૂકવવા અચૂક પ્રયત્ન કરીશ"


Rate this content
Log in