Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Margi Patel

Children Stories Tragedy Inspirational

4  

Margi Patel

Children Stories Tragedy Inspirational

વિક્રમ વેતાલ

વિક્રમ વેતાલ

3 mins
344


વિક્રમ વેતાલને તેના ખભા ઉપર લઈને આવતા હતાં. રસ્તામાં વેતાલ વિક્રમ સામે એક શર્ત મૂકી કે, " હું તને એક વાર્તા કહું. તારે વચ્ચે કોઈ પણ હુંકારો નહીં કરવાનો. અને વાર્તા પતે એટલે તારે મને જવાબ પણ નહીં આપવાનો. અને જો તે જવાબ આપ્યો કે હુંકારો કર્યો તો હું પાછો ઝાડ ઉપર જતો રહીશ. " વિક્રમે માથું હા માં હલાવીને જવાબ આપ્યો. અને પછી વેતાલ વાર્તા કહેવાનું શરુ કર્યું.

એક દિવસ એક છોકરી રૂપા એ તેની જ કોલેજમાં ભણતા છોકરાના પ્રેમમાં પડી ગઈ. અને જયારે તેના ઘરે ખબર પડી કે રૂપા અંકુરને પ્રેમ કરે છે તો રૂપાને ઘરથી બહાર નીકળવાનું બંધ કરાવી દીધું. રૂપાના પપ્પા મહેન્દ્રભાઈ એ ખુબજ કડકાઈથી ઘરમાં કહી દીધું કે, " જ્યાં સુધી હું રૂપાનો રૂમના ખોલું ત્યાં સુધી કોઈએ રૂપાના રૂમમાં જવું નહીં. " ઘરના બધાં મહેન્દ્રભાઈની વાત માની ગયાં. અને કોઈ જ રૂપાના રૂમમાં ના જાય.

થોડા દિવસ પછી રૂપાના લગ્ન માટે એક વાત આવી. અને મહેન્દ્રભાઈને આ સંબંધ કરવાની ઈચ્છા ખુબ જ હતી. મહેન્દ્રભાઈએ રૂપાને સમજાવ્યા અને રૂપા માની પણ ગઈ. પણ કહેવાય છે ને કે, " પ્રેમ આંધળો હોય છે. " તો બસ આ જ થયું. રૂપાને લઈને લગ્નની ખરીદી કરવા ગયાં હતાં ને ત્યાંથી જ રૂપા ભાગી ગઈ. મહેન્દ્રભાઈ ને ખુબ જ આઘાત લાગ્યો. મહેન્દ્રભાઈ છોકરાવાળા સામે મોં દેખાવા લાયક ના રહ્યાં.

થોડા દિવસ પછી બજારમાં મહેન્દ્રભાઈને રૂપાનો સામનો થયો. રૂપા ખુબ જ ખુશ દેખાતી હતી. બહારથી ભલે મહેન્દ્રભાઈ સખ્ત હતાં પણ દીકરીને ખુશ દેખીને તેમની આત્માને શાંતિ થઈ કે મારી દીકરી ખુશ છે.

આમ ને આમ થોડા દિવસ ગયાં. રૂપા અને તેના પતિ રાહુલ જોડે હવે પૈસા પૂરા થવા આવ્યા હતાં. રાહુલને કંઈજ કામ કરવાનું મન ના થાય. અને રૂપા ને પણ કામ કરવા માટે ના મોકલે. હવે તો રાહુલ દારૂ પીને ઘરે આવવા લાગ્યો. અને રૂપા ઉપર હાથ પણ ઉપાડવા લાગ્યો. રૂપાની પણ હવે સહેવાની હિંમત તૂટવા લાગી હતી. રાહુલના વર્તનમાં પણ ઘણાં બદલાવ થઈ ગયાં હતાં.

એક દિવસ પણ આમ જ થયું કે, રાહુલ ઘરે આવે છે અને રૂપા ઉપર ગુસ્સો કરતો હોય છે. રૂપા પણ ગુસ્સાના રાહુલ ને બોલે છે કે, તારી બધાં વાયદા વાયદા જ હતાં. મેં તને મારૂ બધું સોનુ આપી દીધું. રૂપિયા બધાં આપી દીધા. છતાં તારાથી ના યે ધંધો થયો ના કોઈ નોકરી કરી. કે નથી મને કરવા દેતો. આપણા બંનેમાંથી એક કમાશે તો પણ આપણું લગ્ન જીવન શાંતિથી જશે. પણ રાહુલ તો એકનો બે ના થયો. અને ઉપરથી રૂપાના ગાલ ઉપર બે થપ્પડ મારીને ઘરની બહાર ધક્કો મારતા કહેવા લાગ્યો કે, " જતી રહે અહીંથી. નથી જોઈતી મારે તું. આવડા મોટા ખાનદાન છોકરી છે, છતાં તારા બાપા એ મને ત્યાંનો માલિક ના બનાવ્યો. હવે મારે કંઈ કામ નથી તારું. " કહીને રૂપાને ધક્કો મારે છે ત્યારે તરત જ ત્યાં મહેન્દ્રભાઈએ રૂપાને સાચવી લે છે.

બોલ વિક્રમ આગળ શું થયું હશે ? મહેન્દ્રભાઈ શું કરશે ?

વિક્રમ તરત જ બોલ્યો, " રૂપા મહેન્દ્રભાઈ આગળ માફી માંગતા કહેશે કે, ' પપ્પા ! તમે સાચું કહેતા હતાં. મને પ્રેમમાં અત્યારે બધું મીઠું મીઠું લાગે છે. અને આગળ જતા જીવન ખુબ જ મુશ્કેલી ભર્યું હશે. ના મેં તમારી કદર કરી, ના આગળ ભણતર પૂરું કર્યું, કે હું તમારી ચિંતા ને સમજી. મને માફ કરી દો પપ્પા. હવે મારૂ જીવન આવું જ જવાનું છે. ' મહેન્દ્રભાઈ તરત જ રૂપાને માથામાં હાથ ફેરવી કહેશે, 'બેટા ! હજી તારો બાપ જીવે છે. તને આવામાં નહીં જીવવા દઉં. તું ચાલ મારી સાથે. અને આગળનું ભણતર પૂરું કરું. હું તારા કોઈ સારી જગ્યા એ લગ્ન કરાવીશ. જ્યાં તું ખુબ જ ખુશ રહીશ. મારાથી પણ વધારે સાચવશે. ' આટલું કહીને મહેન્દ્રભાઈ રૂપાને રાહુલના ઘરેથી લઈ જશે. "

વેતાલ, સાચું કહ્યું વિક્રમ. પણ આપણા શર્ત અનુસાર તારે કંઈ જ બોલવાનું નહોતું. છતાં તું બોલ્યો. હવે હું જાઉં છું પાછો મારા ઝાડ ઉપર. કહીને વેતાલ ત્યાંથી ઊડતો ઊડતો જતો હતો અને વિક્રમ તેના પાછળ પાછળ દોડતો હતો.


Rate this content
Log in