Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirali Jarasania

Romance

3.3  

Nirali Jarasania

Romance

તારી યાદ

તારી યાદ

1 min
6.8K


ઉગતો સૂરજ ને બાનો સાદ,

ઉઠવાની આળસ ને તારી યાદ !

હાથમાં બ્રશ ને આંખો બંધ,

ચાની પ્યાલી ને તારી યાદ !

ટિફિનની તૈયારી ને દૂધનો ગ્લાસ,

ચાલવાની ઉતાવળ ને તારી યાદ !

બસની રાહ ને સ્ટેશનનો બાંકળો,

પહેલી સીટ ને તારી યાદ !

હાથમાં ચોપડી ને કાનમાં ભૂંગળા,

ગીત મજાનું ને તારી યાદ !

સરકારી ખુરશી ને હાથમાં પેન,

પહેલો અક્ષર ને તારી યાદ !

ટિફિનના ડબ્બા ને છાશની બોટલ,

ક્રિસ્પી પાપડ ને તારી યાદ !

ઢળતો સૂરજ ને અંધારું ઘોર,

સાહેબની ગાડી ને તારી યાદ !

ઘરનો દરવાજો ને ટી.વી.નો શોર,

દાદાનો આવકાર ને તારી યાદ !

બેગનો ઘા ને પાણીની છાલક,

નાસ્તાનો ડબ્બો ને તારી યાદ !

રસોઈની લપ ને ઉપવાસનો ડોળ,

વાસણનો ખખડાટ ને તારી યાદ !

રૂનું ગાદલું ને મખમલની શાલ,

મીઠી ઊંઘ ને તારી યાદ !


Rate this content
Log in