મોહ માયા
મોહ માયા
1 min
1.4K
લાગણીએ જેમને મન જાપતું,
એજ મનની ભાવનાને બાળતું.
થઈ સખા આવી સમીપે ભાવથી,
હદ બતાવી અંતરે અટકાવતું.
કાળ કેરી સોગઠીની જાળમાં,
હારવાને આયખાને તાણતું.
સૌ સમયની તાણમાં જીવી રહ્યાં,
વાસનાઓ ભાવનામાં ઢાળતું.
જાળવી રાખી હરખની ચેતના,
મોહ માયાના ભરમને ભાળતું.
વાગતા માથે હથોડી જાટકા,
બે કદમની ચાલમાં હંફાવતું.
લાખ માસૂમ જિંદગી સરખી ચલો,
મન કમીનું આયખાને પાડતું.