રિમઝિમ
રિમઝિમ
1 min
1.3K
રિમઝિમ રિમઝિમ વાદળ વરસે, કે આવ્યા વર્ષારાણી
ઘરા એ લીલેરી ચાદર આણી, કે આવ્યા વર્ષારાણી
માટીની મીઠી સોડમ ફેલાણી, કે આવ્યા વર્ષારાણી
મોરલાના ટહુકે સરગમ રેલાણી, કે આવ્યા વર્ષારાણી
કોરીક્ટ આંખોમાં ફુટી સરવાણી, કે આવ્યા વર્ષારાણી
વિરહી જનોના હૈયા ભીંજાણા, કે આવ્યા વર્ષા રાણી