Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Solanki

Others

3  

Deepak Solanki

Others

વાત છું

વાત છું

1 min
7.1K


હું એક અનોખી વાત છું...૦

મંદિરોની પરસાળમાં મુકેલા સ્થાયી નંદિની જાત છું,
ઊગવું મારે સૂર્ય આથમે, ચાંદ ચકોરની એક રઢિયાળી રાત છું.
ભીતર હૈયે ભરેલી લાગણી જેવી સરીતાની સોગાત છું, હું એક અનોખી વાત છું.

બાવળ સમું ઊગવું આજે ઝાકળની માફક બે પળ જીવવું,
અંધારે દીવો હોલવી અંધારે ઉજાસનું સરનામું પૂછવું.
અંધારાએ તડકાને કીધું હું પડછાયાની જાત છું, હું એક અનોખી વાત છું.

વરસાદમાં ભીની દીવાલો જોઈ ભીતરની ભીની યાદોની સુગંધ આવી,
સ્તબ્ધ પડેલી પળો જાણે આજે જીવનમાં રંગો ભરેલી મૌસમ લાવી.
એટલે હું એક ભીતરે કંડારાયેલી પથ્થરની ભાત છું, હું એક અનોખી વાત છું.


Rate this content
Log in