તમે તો તમે છો
તમે તો તમે છો
1 min
6.8K
અપેક્ષા કરો છો તમે તો તમે છો,
છતાં કમ.મળો છો તમે તો તમે છો.
તમોને કિનારે લગાવું પરંતું,
વહાવે વહો છો તમે તો તમે છો.
તમારી કલમના લખાણો અનુઠા,
સમયને ઘડો છો તમે તો તમે છો.
પ્રભાવી પ્રયાસો સહજભાવ ધારી,
પ્રહારો કરો છો તમે તો તમે છો.
વિષમ દાખલાના પ્રયોગો બતાવી,
પલાખાં ગણો છો તમે તો તમે છો.
ઉમળકા સજાવી નિગાહોના માસૂમ,
સપનમાં રહો છો તમે તો તમે છો.