ટપક
ટપક
1 min
185
ટપક ટપક ટપકે છે બૂંદ,
ઝાકળનું ?
જલાધારીનું ?
જીજીવિષાનું ?
ટપકવા દો ને
ટપકે છે તો
તો
કોઈ ખોબો ધરીને બેઠું છે,
ચાતક શી નજરે,
વરસોની તરસ છીપાવવા ,
બૂંદથી દરિયો ભરાશે,
છીપલાં બનશે
ને
છીપમાં મોતી
મોતીનો હાર બનશે
ને એ હાર પર બૂંદ ટપકશે
ટપકવા દો.