Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

અમે તો ભાઇ ,

અમે તો ભાઇ ,

1 min
13.3K


સુગંધના દરિયામાં ડૂબ્યાં અમે તો ભાઇ,
એક જ ડૂબકીમાં ઊઠ્યાં મહેંકી,
બહાર હજી નિકળ્યાં,ત્યાં તો
મનના આ મોરલા ઊઠ્યાં ગહેંકી!

પ્રેમ ઘેેલા વાદળોને આવી શરમ એમણે,
ઝરમર ઝરમર ફોરાં વરસાવ્યા,
પલળ્યું હૈયું અને પલળ્યું મન
હૈયાની ધરતીએ પાલવ સરકાવ્યા!

તાજી ફૂટેલી લીલીછમ આ લાગણીઓએ
કેવા તે વેશ જોને કાઢ્યા! 
કોઇએ ઓઢી લાલ ઓઢણી ને,
આંખોમાં શરમના શેરડા પાડ્યા!

મનડું તો બન્યું પછી હરખપદુડું એવું કે,
કેમે ઝાલ્યું ના રહે એ હાથ!
ભાવતું હતું ને કીધું વૈદે એમ,
મળ્યો એને તમારો રુડો સંગાથ!

સાતે કોઠે પ્રગટ્યા દીવા વહાલનાં ઝગમગ,
ને વળી ખુશીએ ગાયો મલ્હાર!
ભાગ્યશાળીને ભૂત રળે એમ,
' જશ ' મળ્યો અનોખો ઉપહાર!


Rate this content
Log in