Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

જઇશું અમે ,

જઇશું અમે ,

1 min
6.9K


ન વરસાવો આટલું વહાલ,મરી જઇશું અમે,
ન લડાવો આટલાં લાડ,ઢળી જઇશું અમે.

ભલે થાય અમારી ભૂલ,
ન જશો તમે કદી દૂર,
પાનખરમાં પર્ણની જેમ,ખરી જઇશું અમે,
ન વરસવો આટલું વહાલ, મરી જઇશું અમે.

ઉષ્મા ઝંખે હૈયું અમારૂં,
શીતળ શીતળ દિલ તમારૂ,
ન ખોલો બારી દિલની, ઠરી જઇશું અમે,
ન વરસવો આટલું વહાલ, મરી જઇશું અમે.

કરશું પ્રેમ દિન રાત,
માનીશું તમારી વાત,
કહેશો તમે જે બધુંય, કરી જઇશું અમે,
ન વરસાવો આટલું વહાલ, મરી જઇશું અમે. 

આવે ભલે તોફાનો લાખ,
જો હશે તમારો સાથ,
ગમે તેવો તુફાની દરિયો, તરી જઇશું અમે,
ન વરસવો આટલું વહાલ, મરી જઇશું અમે.

જાઓ તમે જ્યાં જ્યાં ,
સંતાડો ભલે ગમે ત્યાં ,
'જશ' મોંઘામુલું દિલ તમારૂં , હરી જઇશું અમે ,
ન વરસવો આટલું વહાલ , મરી જઇશું અમે .

ન વરસાવો આટલું વહાલ , મરી જઇશું અમે ,
ન લડાવો આટલાં લાડ , ઢળી જઇશું અમે 


Rate this content
Log in