Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
     કુહૂ કુહૂ કુહૂ કુહૂ.......
કુહૂ કુહૂ કુહૂ કુહૂ.......
★★★★★

© Purnima Bhatt

Others

1 Minutes   13.5K    2


Content Ranking

કુહૂ કુહૂ કુહૂ કુહૂ કોયલડી ટહુકે ને ડાળ આખી
મધમીઠું ઝૂલે,

મધમીઠી યાદોની સંગે આકાશ મારાં મનનું જો હળવેથી ખૂલે,

ખળ ખળ ખળ  ઝરણાંની સંગે જો આજ હું પર્વત ને ખીણોમાં ઝૂમું,

ગુન ગુન ગુન ભમરાની સંગે હું તો કુંજ કુંજ વન વન ઘૂમું

ઝરમરતી વાદળીની ઝાંઝરીનાં રણકારે તીતલીઓ ચૂમે ફૂલે ફૂલે

         કુહૂ કુહૂ કુહૂ કુહૂ.......

સનન સનન પવન વીંઝે પાંખો ફેલાવી ઓલી મંજરીનાં ઝુમ્મરો ડોલે,

ફર ફર ફર પાલવની કોરે ચિતરેલા પેલાં પોપટ સંગ મેના હીંચકોલે,

ઝળહળતી ચાંદનીનાં રૂપાળા અજવાળે દીધું'તું ચુંબન કોણ ભૂલે?

         કુહૂ કુહૂ કુહૂ કુહુ.......

ચાંદની ચુંબન

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..