શ્રદ્ધા
શ્રદ્ધા
હે ઈશ્વર,
જેટલા પ્રશ્નો તે ઊભા કર્યાને,
એટલાજ હું પણ કરી શકું છું,
પણ શ્રદ્ધાનો વિષય છે,
મને છે અને તને નથી, બસ.
અસ્તિત્વ તારું છે,
તો મારું પણ છે,
તું જેટલો નડ્યો,
હું પણ નડી શકું છું,
પણ શ્રદ્ધાનો વિષય છે,
મને છે અને તને નથી, બસ.
તું કગરાવે એમ હુંય,
કગરુ એમ ક્યાં છું !
તું મને જેમ કાગરાવે,
એમ હું પણ કાગરાવી શકું છું,
પણ શ્રદ્ધાનો વિષય છે,
મને છે અને તને નથી, બસ.
માથું દિલથી ઝુકાવીશ,
પણ હાથ નહિ ફેલાવું,
એકલા હાથે હે ઈશ્વર
દુઃખોને હું પણ હંફાવી શકું છું,
પણ શ્રદ્ધાનો વિષય છે,
મને છે અને તને નથી, બસ.
તું તારે મોજ કર મંદિરે,
કહે ઓલ્યો,'દાસ' ફકીરે,
તું મુસીબતોના પોટલાં નાખે,
એમ હું પણ નાખી શકું છું,
પણ શ્રદ્ધાનો વિષય છે,
મને છે અને તને નથી, બસ.