Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Others

2  

Masum Modasvi

Others

કુમળી નજાકતો

કુમળી નજાકતો

1 min
6.9K


આંખે ચડીને બોલતી કુમળી નજાકતો,
જીવન જગતમાં ચાલતી વરવી સદાકતો.
 
આભે અડીને જીવવા ભરતા ઉડાન પણ,
કિંતુ ધરાને બાંધતી ફરતી કવાયતો.
 
છુટા પડેલા આતમે કરતા ઉપાસના,
ભુખ્યા જનોને પોષતી મરમી સખાવતો.
 
ખરતા થયેલા તારલા છોડી ચમક દમક,
નજરો નજરને ફોડતી નઘરી અદાવતો.
 
અળગા વસીને જીવતા ચોકા સમાજનાં ,
ભેદી ભરમ ને પોષતી સઘળી નદામતો.
 
વિખરી ગયેલા જાતના વાડા અલગ થલગ,
નજરે ચડીને બોલતી વધતી વસાહતો.
 
ધ્રૃવી કરણના દોરની માસૂમ અસર તળે,
ભેગા મળીને જીવવા ચલતી ઇબાદતો


Rate this content
Log in