Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સદા અમે ભરમાયા
સદા અમે ભરમાયા
★★★★★

© Megh Bindu

Others

1 Minutes   6.6K    5


Content Ranking

મૌન રહીને મૂંઝાયા, ને બોલીને બંધાયા

સંબંધોના કૂંડાળામાં સદા અમે ભરમાયા

 

સંબંધોના શીલ તત્વને જાણી શકે કો’ વિરલા!

સંબંધોના ભાવ પ્રેમને માણી શકે કો વિરલા!

 

સરળ સીધા રસ્તે ચાલ્યા તોય અમે અટવાયા

સંબંધોનાં કૂંડાળામાં સદા અમે ભરમાયા

 

હાસ્ય અમારું ભૂલાયું ને રડવાનું નાં ફાવ્યું

સંબંધોની જાળવણીમાં મન સદા અટવાયું

 

તરસ હતી નાં તોય અમે તો મૃગજળ પાછળ દોડ્યા

સંબંધોનાં કૂંડાળામાં સદા અમે ભરમાયા

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..