Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મજા છે
મજા છે
★★★★★

© Deepak Solanki

Others

1 Minutes   6.6K    3


Content Ranking

દર્દ મારા આંખ બોલે, બોલવાની એ મજા છે,
પ્રેમ મારો આજ બોલે, ચાહવાની એ મજા છે.

ના હસુ છું ના રડું છું, ને જીવનને આમ જીવું;
ખુદ જ ખૂણામાં રહીને, જીવવાની એ મજા છે.

ચાલ છોડી પગ વિના ને હાથ મારા જો કપાણાં
આમ ઈશ્વરને દિલોમાં, શોધવાની એ મજા છે.

ચાખવાની છે મજા તો ચાખજે આંસુ નયનનાં,
દર્દ ચાખી લે હવે બસ, ચાખવાની એ મજા છે.

ઘા ઘણા લાગ્યા મને એ પ્રેમમાં સૌથી વધારે;
આમ દર્દોને સહીને, પામવાની એ મજા છે.

 

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..