Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Solanki

Others

3  

Deepak Solanki

Others

માણસ હવે

માણસ હવે

1 min
13.3K


દરરોજ હું બનતો હતો માણસ હવે
આ પ્રેમમાં મરતો હતો માણસ હવે

મડદાં હવે નાટક નથી કરતા જુઓ
સાગર તટે તરતો હતો માણસ હવે

કાગળ બનીને શું કરી શક્યા તમે
દર્દો સહી લખતો હતો માણસ હવે

જાણે નવી ઘટના ઘટી લાગી હવે
ઈશ્વર કને નમતો હતો માણસ હવે

બોલી શકું એ દર્દતો મારે નથી
ઘાયલ થઈ ફરતો હતો માણસ હવે

એની હસી આજે અલગ લાગી હતી
આખું જીવન રડતો હતો માણસ હવે

બોલી ગયા હે રામ તો મૃત્યુ સફળ
આવી રમત રમતો હતો માણસ હવે


Rate this content
Log in